વૃંદાવન બાંકે બિહારી મંદિર નજીક છજ્જો ધરાશાયી 6 શ્રદ્ધાળુ ઘાયલ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન વિસ્તારમાં બાંકે બિહારી મંદિર નજીક એક ઈમારતનો છજ્જો ધરાશાયી થવાની ઘટના બની છે જેમાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જૂની ઈમારતનો છજ્જો અચાનક તૂટી પડતાં ત્યાંથી પસાર થતા શ્રદ્ધાળુઓ તેના નીચે આવી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ ઈમારત જર્જરિત હોવાથી આ અકસ્માત થયો હોવાનો અંદાજ છે.

પ્રશાસને ઘટનાની તપાસ શરૂ કરી છે અને ઈમારતની સુરક્ષા અને જાળવણીને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે.

Share :

સંબંધિત સમાચાર