રાજકોટમાં ઇન્ડિગો ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ તમામ 194 મુસાફરો સુરક્ષિત

રાજકોટ

દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1452 ને કાર્ગો હોલ્ડમાં ધુમાડાનો સંકેત મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી અને વિમાનને નજીકના એરપોર્ટ તરફ વાળ્યું.

વિમાનમાં સવાર તમામ 194 મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ઇમરજન્સી ટીમો પહેલેથી જ તૈયાર રાખવામાં આવી હતી. હાલ વિમાનની તકનિકી તપાસ ચાલી રહી છે અને ધુમાડાના સંકેતનું કારણ શોધવામાં આવી રહ્યું છે.

Share :

સંબંધિત સમાચાર