- 27 Jul, 2026
- 11
મનોજ ઝા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બિહાર પોલીસ ફાયરિંગ મામલે એફઆઈઆરની માંગ
બિહાર પોલીસ ફાયરિંગ મામલે મનોજ ઝા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા દોષિત પોલીસ સામે એફઆઈઆરની માંગ
નવી દિલ્હી
રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ બિહારમાં નીટ પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત પોલીસ ફાયરિંગ અને અતિશય બળપ્રયોગના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં દોષિત પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા સ્વતંત્ર તપાસ કરાવવા અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસે જરૂરી કરતાં વધુ બળનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. બીજી તરફ વિરોધ દરમિયાન એકે 47થી ફાયરિંગ કરતો દેખાયેલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.











