તાજા સમાચાર

અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા

બીજી તરફ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ફરી કહ્યું છે કે 36 કલાકમાં યુદ્ધની પુષ્ટિ થાય છે. આનાથી પણ વધુ મહત્વનું એ છે કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું કે તેમને આ સમાચાર ખૂબ જ વિશ્વસનીય સુત્ર પાસેથી મળ્યા છે અને આ સુત્ર ખોટો નહીં હોય. ભારત 36 કલાકમાં આપણા પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ એમ પણ કહ્યું કે અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, અમે ભારત સાથે વ્યવહાર કરવા માગીએ છીએ.

Also Read

આતંકવાદીઓનો સફાયો કરવા તૈયાર કરાયો સિક્રેટ પ્લાન!

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદી એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે અને સેનાને પણ તમામ પ્રકારની છુટ આપી દીધી છે. ત્યારે પાકિસ્તાન સામે કાર્યવાહીની શક્યતાઓ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન મોદીની સાથે બેઠક કરી છે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા છે. પીએમને મળ્યા પછી આર્મી ચીફ પરત ફર્યા છે. પીએમની તાજેતરની બેઠકમાં હાજરી આપનારા વિદેશ મંત્રી જયશંકર અને NSA ડોભાલ પણ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.

Share :

સંબંધિત સમાચાર