- 23 Mar, 2026
- 31
Shahid Divas: 1954 થી અત્યાર સુધી બોલીવુડમાં ભગતસિંહ પર બનેલી આ ફિલ્મોએ જીત્યા છે દિલ, જાણો કઈ ફિલ્મને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર
દર વર્ષે 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી લઈને અત્યાર સુધી આ ક્રાંતિકારીઓના જીવન પર અનેક એવોર્ડ વિનિંગ ફિલ્મો બની છે. આ બહાદુર ભારતીય ક્રાંતિકારીઓને બ્રિટિશ સરકારે 23 માર્ચ, 1931 ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓએ હસતાં હસતાં મૃત્યુને ભેટયા અને અમર થયા. આ બહાદુર જવાનોના બલિદાને ભારત સ્વતંત્રતાના સંર્ઘષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર બોલીવુડમાં સમયાંતરે ફિલ્મો પણ બની છે. 1954 થી 2021 દરમિયાન ભગત સિંહ પર બનેલી ફિલ્મોએ લોકોના દિલ જીત્યા.
શહીદ દિવસ પર બનેલી બોલીવુડ ફિલ્મોને મળ્યું સન્માન
શહીદ દિવસ જે લોકોના યાદમાં મનાવવામાં આવે છે તે મહાન ક્રાંતિકારીના સંર્ઘષને બોલીવુડની ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મો માત્ર શિક્ષણનું એક મહત્વપૂર્ણ માધ્યમ નથી પણ યુવાનોને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને ગર્વથી સ્વીકારવા માટે પ્રેરણા પણ આપે છે. આ ફિલ્મો અત્યારના યુવાનો માટે પ્રેરણારૂપ છે. જે ભારતના સ્વતંત્રતાના સંઘર્ષની કથા, ક્રાંતિકારીઓની બહાદુરી નવી પેઢી માટે જીવંત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર બનેલી ફિલ્મો લોકોને પસંદ તો આવી છે સાથે રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવતા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. જાણો બોલીવુડની એ કઈ ફિલ્મો છે જે આ મહાન ક્રાંતિકારીઓની ગાથા બતાવે છે. અને તે કયા સમય પર બની છે.











