CM Bhupendra Patelના હસ્તે "મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી"નું વિમોચન કરાયું
સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે
તેમણે કહ્યું કે, વડાપ્રધાને હંમેશા નાનામાં નાની પણ અસરકારક બાબતોનું હમેશા ધ્યાન રાખ્યું છે. પર્યાવરણપ્રિય અભિગમ સાથે સ્વચ્છતાની બાબત હોય કે નવા ઉભરતા ક્ષેત્રો અને ઉદ્યોગોને પ્રોત્સાહન, તેમણે હંમેશા દરેક પ્રશ્નોના સમાધાનની દિશા આપી છે.સાહિત્યને અદભુત તાકાત ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે છે, ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે અને સમાજમાં જનચેતના ભરીને નવી જાગૃતિનો સંચાર કરે છે.
અનુભવ એ અનુભૂતિનું અનોખું માધ્યમ છે
મુખ્યમંત્રીએ કહ્યું કે, મિથિલાંચલ ડાયરીએ યાત્રા સાહિત્યના પ્રકારની કૃતિ છે. વાંચન અને અભ્યાસથી ચિંતન અને મનન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. આપણી ભાષાના યાત્રા સાહિત્યમાં આપણી વિરાસતની અનુભૂતિ છે.ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું મૂલ્ય વિશેષ છે. જ્યારે પણ આપણે આવા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત કરીએ ત્યારે પ્રવાસની સાથે અંતરમનથી અનુભૂતિ કરીએ. સ્થળ અનુભવ એ અનુભૂતિનું અનોખું માધ્યમ છે. કોઈ પણ કાર્ય કરીએ એમાં સાતત્યનું મહત્વ વિશેષ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મિથિલાંચલ ડાયરી પણ આવું જ સાહિત્ય છે
ધર પરાડકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદે સાહિત્ય સંવર્ધન માટે યાત્રા કરવાનો અનોખો ઉપક્રમ જાળવી રાખ્યો છે. યાત્રા સાહિત્યને ભારતમાં વિશેષ મહત્વ અપાવું જોઈએ તેવો અનુરોધ કરતા તેમણે કહ્યું હતું કે, યાત્રા સાહિત્યમાં ફાહિયાન, હ્યુએન ત્સાંગ, મેગેસ્થનીસ જેવા વિદેશી યાત્રાળુંઓના પ્રસંગો ઇતિહાસમાં જોવા મળે છે. આપણે ત્યાં કાકા કાલેલકરનું યાત્રા સાહિત્ય ઉપલબ્ધ છે.તેમણે ઇતિહાસકાર અને સાહિત્યકારના દૃષ્ટિકોણથી યાત્રા સાહિત્યનો ભેદ જણાવતા કહ્યું કે, એક સાહિત્યકાર દ્વારા વિશેષ મહત્વ ધરાવતા કે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને તેનું લેખન કરવામાં આવે એમાં તથ્યોની સમજ સાથે સામાન્ય માનવીની સમજણ વધુ વિકસે છે. મિથિલાંચલ ડાયરી પણ આવું જ સાહિત્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે પુસ્તકનાં લેખિકા ડૉ. ખ્યાતિ પુરોહિતે પુસ્તક લખવાની પોતાની પ્રવાસ યાત્રાનો ઉલ્લેખ કરીને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, વરિષ્ઠ પત્રકારો, સાહિત્યકારો, અધ્યાપકો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં
દેશના તમામ ભાગમાં આરોગ્ય સુવિધાઓને પ્રોત્સાહન આપવું એ પ્રધાનમંત્રીનું પ્રાથમિક ધ્યાન રહ્યું છે. તેને અનુરૂપ તેઓ સિલવાસામાં નમો હોસ્પિટલ (ફેઝ-1)નું ઉદ્દઘાટન કરશે. 460 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલી આ 450 પથારીવાળી હોસ્પિટલ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આરોગ્ય સેવાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. તે પ્રદેશના લોકો, ખાસ કરીને આદિવાસી સમુદાયોને અત્યાધુનિક આરોગ્ય સંભાળ પૂરી પાડશે.
પ્રધાનમંત્રી સિલવાસા ખાતે રૂ. 2580 કરોડથી વધારેનાં મૂલ્યનાં કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં વિવિધ ગ્રામ્ય માર્ગો અને અન્ય માર્ગોનું માળખું, શાળાઓ, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પંચાયત અને વહીવટી ઇમારતો, આંગણવાડી કેન્દ્રો, પાણી પુરવઠો અને ગટરનું માળખું વગેરેનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો ઉદ્દેશ કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનો, પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો, રોજગારીની તકોનું સર્જન કરવાનો અને વિસ્તારમાં જનકલ્યાણની પહેલો વધારવાનો છે.
પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી, ગીર આદર્શ આજીવિકા યોજના અને સિલ્વન દીદી યોજના હેઠળ લાભાર્થીઓને લાભનું વિતરણ પણ કરશે. ગીર આદર્શ આજીવિકા યોજનાનો હેતુ પ્રદેશમાં અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), અન્ય પછાત વર્ગો (ઓબીસી), લઘુમતીઓ અને દિવ્યાંગજનોની મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. જેથી નાના ડેરી ફાર્મની સ્થાપના કરવામાં આવે અને તેમના જીવનમાં સામાજિક અને આર્થિક પરિવર્તન આવે. સિલ્વન દીદી યોજના મહિલા શેરી વિક્રેતાઓને સૌંદર્યલક્ષી રીતે ડિઝાઇન કરેલી ગાડીઓ પ્રદાન કરીને તેમના ઉત્થાન માટેની એક પહેલ છે. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાંથી સહભંડોળ પૂરું પાડવામાં આવશે.
પ્રધાનમંત્રી 7 માર્ચનાં રોજ સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે. મહિલા સશક્તિકરણ એ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પાયો રહ્યો છે. પ્રધાનમંત્રીના વિઝનથી દોરાયેલી સરકાર તેમના સર્વાંગી વિકાસ તરફ કદમ ઉઠાવવા કટીબધ્ધ બની છે. તેને અનુરૂપ પ્રધાનમંત્રી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.
પ્રધાનમંત્રી ગુજરાત સરકારનાં G-SAFAL (જી-સફલ, આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટેની ગુજરાત યોજના) અને G-MAITRI (જી-મૈત્રી, ગ્રામીણ આવકની પરિવર્તન માટે વ્યક્તિગત વૃદ્ધિ માટે ગુજરાત માર્ગદર્શક અને પ્રવેગક) કાર્યક્રમનો શુભારંભ કરાવશે. જી-મૈત્રી યોજના ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે. જી-સફલ ગુજરાતના બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથની મહિલાઓને નાણાકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ પ્રદાન કરશે

