Gujarat સ્થાપના દિન નિમિતે સુરેન્દ્રનગરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન યોજાયું
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી સમગ્ર દેશભરમાં થઇ રહી છે. જેના ભાગરૂપે આજરોજ તા.૦૧લી મે, 'ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ' નિમિતે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. તથા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-૧૬ મુખ્ય ધાર્મિક સ્થળો ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
00:30/01:59
સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
નકટીવાવ મેલડી માતાજી મંદિર - વઢવાણ, રામજી મંદિર - જોરાવરનગર, લાલજી મહારાજની જગ્યા - દાઝીપરા-વઢવાણ, મહાદેવ મંદિર પાંચ હાટડી - પાટડી, હનુમાનજી મંદિર - ધ્રાંગધ્રા, વિહોતમાં મંદિર - આદરિયાણા, કોયલમાં મંદિર - દસાડા, મહાદેવ મંદિર - લખતર, ફુલેશ્વર મહાદેવ મંદિર - રાજસીતાપુર, ઘનશ્યામ મંદિર - ધ્રાંગધ્રા, સ્વામીનારાયણ મંદિર - હળવદ, માંડવરાયજીદાદાનું મંદિર - મુળી, સરવરીયા મહાદેવ મંદિર - સાયલા, હનુમાનજી દાદાનું મંદિર - ચોટીલા, શક્તિમાં મંદિર - લીંબડી તથા શ્રી હનુમાનજી મંદિર - ચુડા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા રજિસ્ટ્રાર કુ. કોમલ કે. ચૌધરી, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. સી.ઇ.ઓ. રઘુવીરસિંહ, ઈન્ચાર્જ એમ.ડી. બલવાનસિંહ, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન બાબાભાઇ ભરવાડ સહિતના લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
Also Read
Surendranagarમાં વસ્તડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું
Surendranagarના ખેડૂતો બિયારણ અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે આ બાબતોનું રાખે ધ્યાન
Surendranagar: જાહેરનામાનો ભંગ કરનાર 23 શખ્સો સામે ફોજદારી