અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
ટ્રેન નંબર 09407/09408 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (14 ટ્રીપ્સ)
01-ટ્રેન નંબર 09407 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 6 મે 2025 થી 17 જૂન 2025 સુધી અમદાવાદ થી દર મંગળવારે સવારે 09.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09408 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 7 મે 2025 થી 18 જૂન 2025 સુધી દર બુધવારે દાનાપુર થી 22:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 06:00 કલાકે અમદાવાદ પહોંચશે.
Also Read
Railway : બ્લોકને કારણે 25-એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડશે
Indian Railway : ટ્રેનની ટિકીટ સાથે ફ્રીમાં મળે છે આ સુવિધાઓ, જાણો
Railway : સાબરમતી-ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પુનઃસ્થાપિત કરાઈ
02-માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
03-ટ્રેન નંબર 09407 માટે બુકિંગ 02 મે 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.