તાજા સમાચાર

રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયા ઉપસ્થિત રહેશે

ગત ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં INS સુરત અને એક અન્ય યુદ્ધજહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. ૧૬થી ૧૮મી સદી દરમિયાન સુરત બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિધ્ધ હતું. તે સમયે સુરતના બંદરો પર વિવિધ વેપારી દેશોના વેપારી જહાજો બંદર પર લંગારાતા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ સૌપ્રથમ ટ્રેડિંગ પોઈન્ટ ૧૬મી સદીમાં સુરતમાં સ્થાપ્યું હતું, ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ 'INS સુરત' થકી સુરતના ઐતિહાસિક વારસાને જીવંત માન્યતા અપાઈ છે.

Also Read

પોર્ટ ખાતે ‘INS સુરત’નો સ્વાગત સમારોહ યોજાશે

ભારતીય નૌસેનાના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતના નામે યુદ્ધજહાજને નામ આપવામાં આવ્યું છે. હજીરા પોર્ટ પર તેનું આગમન શહેર માટે ગૌરવની ક્ષણ રહેશે. 'INS સુરત'ને આવકારવા માટે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ ૨ મેના રોજ શાળાના બાળકોને નિહાળવાની તક મળશે.

મુખ્ય હથિયારો અને પ્રણાલી

- બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ જેની રેન્જ ૪૫૦ કિમીથી વધુ છે

- મિડ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ જે વિમાન, ડ્રોન, મિસાઈલ સામે રક્ષણ આપશે

- સબમરિન હુમલાઓ રોકવા માટે ટોર્પેડો સિસ્ટમ છે.

-હવાઈ મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવવા AKA-૬૩૦ CAI ગન સિસ્ટમ

એન્ટી સબમરીન વોરફેર

-20 એલીએમએસટીઈસી ૨D/3D રડાર

-આઈએનએસ સુરત 7,400 ટન વજન ધરાવે છે

-Ins સુરતની લંબાઈ 163 મીટર છે. જોકે આ જહાજ ની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે

-INS સુરત ચાર ઇન્ટરસેપ્ટર બોટ સાથે 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને રાખવાણી ક્ષમતા ધરાવે છે

-એક જ વારમાં તે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે

-પાકિસ્તાનની ખેર નહીં, અરબ સાગરમાં ભારતે કર્યું હતું ins Surat યુદ્ધ જહાજથી સફળ મિસાઈલ પરીક્ષણ

-આઈએનએસ સુરત મિસાઈલ હુમલાની સ્થિતિમાં દુશ્મનની મિસાઈલોને પોતાની રીતે ઓળખીને તેને હવામાં કે પાણીમાં નેસ્ત નાબૂદ મારવા માટે સક્ષમ છે

-આ મિસાઇલ ભારતની દરિયાઇ સરહદને વધુ મજબૂત બનાવે છે.

-ભારતની મોટાભાગની સરહદ સમુદ્રથી ઘેરાયેલી છે. આવી સ્થિતિમાં, આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

-નૌસેનાએ INS સુરત પરથી મિસાઈલ ડિસ્ટ્રોયરનું સફળ પરીક્ષણ કર્યું હતું

Share :

સંબંધિત સમાચાર