Khel Mahakumbh 3.0માં લીંબડી ડી.એલ.એસ.એસ હોકી ટીમે ઝાલાવાડનું ગૌરવ વધાર્યું
લીંબડી ડી.એલ.એસ.એસ હોકી ટીમે સમગ્ર રાજ્યમાં ઝાલાવાડનું ગૌરવ વધાર્યું
આ મેચમાં બંને ટીમ ૩-૩ ગોલ કર્યા હતાં. આથી મેચ ડ્રો થવાથી પેનલ્ટી શૂટ આઉટમાં ગોલ્ડન ગોલ કરી મોડાસાની ટીમ ૧-૦ થી વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે લીંબડીની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. મોડાસા ખાતે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા હોકી ભાઈઓ (અન્ડર-૧૭) સ્પર્ધામાં લીંબડી ડી.એલ.એસ.એસ. શાળાએ બ્રોન્ઝ (તૃતીય સ્થાન) મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ ખેલ મહાકુંભ ૩.૦માં લીંબડી ડી.એલ.એસ.એસ. ટીમનું હોકી રમતમાં ખુબજ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ ખેલાડીઓને દિગ્વિજયસિંહ ગોહિલ અને સુમિત તિવારી દ્વારા પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આમ લીંબડી ડી.એલ.એસ.એસ હોકી ટીમે સમગ્ર રાજ્યમાં ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.