- 11 Mar, 2026
- 53
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો 2 ડ્રોનથી હુમલો
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બુધવારે બે ડ્રોન પડતાં ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘાનાના બે નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે, જેમને સામાન્ય ઈજાઓ થઈ છે. આ ઉપરાંત એક ભારતીય નાગરિકને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટનાના તરત જ બાદ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે હવાઈ ટ્રાફિક પર તેની કોઈ નકારાત્મક અસર થઈ નથી અને એર ટ્રાફિક સંપૂર્ણપણે સામાન્ય ચાલી રહ્યો છે.
દુબઈ મીડિયા ઑફિસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, "અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે થોડા સમય પહેલા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન પડ્યા, જેના કારણે ઘાનાના બે નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકને સામાન્ય ઈજાઓ થઈ, અને એક ભારતીય નાગરિકને હળવી ઈજાઓ થઈ. એર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યું છે.










