કોકરોચ જનતા પાર્ટીનું જંતર મંતર પર પ્રદર્શન NEET અને CBSE મુદ્દે ઉઠાવી માંગ

નવી દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી CJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું નેતૃત્વ પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે કર્યું હતું.

પ્રદર્શનકારીઓએ NEET અને CBSE સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે સરકાર પાસે જવાબદારીની માંગ કરી હતી. વિદ્યાર્થીઓની સમસ્યાઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પરીક્ષામાં પારદર્શિતા અંગે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

CJP કાર્યકર્તાઓએ શિક્ષણ મંત્રાલય પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને ગંભીરતાથી ઉકેલવા જણાવ્યું હતું.

Share :

સંબંધિત સમાચાર