- 17 Apr, 2025
- 27
Gujaratના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે રૂ.247 કરોડના વિવિધ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી
રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન બનશે
જેમાં ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભૂજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર, કીમ-માંડવી રસ્તાનું આધુનીકરણ, સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે અગત્યના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી.
પીપળી ગામ સામે રૂ.૧૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય
આ માર્ગના નિર્માણના પરિણામે સમગ્ર સાણંદ ઔધોગિક વિસ્તારને લાભ થશે તેમજ જી.આઈ.ડી.સી. ખાતેના નવા રોકાણકારો-ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે. આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષિ શકાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.મુખ્યમંત્રીએ જી.એસ.આર.ડી.સી.ની આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે જે કામોની મંજૂરી આપી છે તેમાં વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતાં રસ્તાની સામે રૂ.૧૩.૬૧ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ અને પીપળી ગામ સામે રૂ.૧૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય છે.








