Gujarati: દિલ્હીમાં બે ઈમારતો ધરાશાયી થતાં હડકંપ મચી ગયો છે. તેમાં એક છ માળની ઈમારત પણ સામેલ છે. માહિતી અનુસાર, આ ઈમારતોમાં મોટાભાગે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ PG તરીકે રહેતા હતા. અકસ્માત બાદ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવીને લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની વધુ વિગતો અને રેસ્ક્યૂ ઓપરેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Share :

સંબંધિત સમાચાર