દેહરાદૂન: દેશભરમાં વિવિધ પરીક્ષાઓમાં પેપર લીકના વિવાદ વચ્ચે હવે ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટી (UTU)માંથી પણ ગંભીર મામલો સામે આવ્યો છે. BTech ત્રીજા વર્ષની બે પરીક્ષાના પ્રશ્નપત્રો પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હોવાનો આરોપ છે.

પ્રાથમિક તપાસ મુજબ, પ્રશ્નપત્રો પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ કેટલાક વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. તપાસ બાદ પોલીસે એક પ્રોફેસરની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પ્રશ્નપત્ર કોને-કોને પહોંચ્યો તેમજ અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

યુનિવર્સિટી પ્રશાસન અને તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસના પરિણામના આધારે પરીક્ષા અંગે આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે.

Share :

સંબંધિત સમાચાર