અમેરિકી સેનેટમાં રશિયા પ્રતિબંધ બિલ ભારત અને ચીન પર 100 ટકા ટેરિફનો પ્રસ્તાવ

અમેરિકી સેનેટે રશિયા સામેનું સુધારેલ પ્રતિબંધ બિલ રજૂ કર્યું છે. આ બિલ હેઠળ રશિયન તેલ અને ગેસના મોટા આયાતકાર દેશો પર મહત્તમ 100 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ છે. ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન તેના પ્રભાવ હેઠળ આવી શકે છે. અગાઉ 500 ટકા ટેરિફનો પ્રસ્તાવ હતો જેને હવે ઘટાડીને 100 ટકા કરવામાં આવ્યો છે.

આ બિલનો હેતુ યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર આર્થિક દબાણ વધારવાનો છે. તેમાં રશિયાના ઊર્જા ક્ષેત્ર, નાણાકીય સંસ્થાઓ અને શેડો ટેન્કર નેટવર્ક સામે પણ કડક પ્રતિબંધોની જોગવાઈ છે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય હિતમાં છૂટ આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

હાલ આ બિલ કાયદો બન્યું નથી. કોંગ્રેસની મંજૂરી અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ જ તે અમલમાં આવશે. જો આ બિલ પસાર થશે તો ભારત અમેરિકા વેપાર સંબંધો પર તેની અસર જોવા મળી શકે છે

Share :

સંબંધિત સમાચાર