મધ્ય પૂર્વમાં તણાવ વધુ ગાઢ બન્યો છે. અમેરિકા દ્વારા સતત બીજા દિવસે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. તેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

ઈરાને અમેરિકી હુમલાને પોતાની સંપ્રભુતા પરનો હુમલો ગણાવ્યો છે અને તેના જવાબમાં કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે.

અહેવાલો મુજબ ઈરાને ફરી એકવાર હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક તેલ સપ્લાય માટે આ જળમાર્ગ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. તેના બંધ થવાથી આંતરરાષ્ટ્રીય તેલ બજારો અને ઊર્જા પુરવઠા પર અસર પડી શકે છે.

વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ જો વધુ વધશે તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ જોવા મળી શકે છે.

Share :

સંબંધિત સમાચાર