હોર્મુઝ જળમાર્ગમાં ત્રણ વેપારી જહાજો પર હુમલા બાદ અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર મોટા પાયે એરસ્ટ્રાઈક કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર અને જહાજોની સુરક્ષા માટે કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ મથકો, રડાર સ્ટેશન અને નૌકાદળની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. ઈરાને આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ બજાર, સમુદ્રી વેપાર અને મધ્ય પૂર્વની સુરક્ષા અંગે ચિંતા વધી છે.

Share :

સંબંધિત સમાચાર