સ્પેનમાં બુધવારે મેડ્રિડથી દક્ષિણના આંદાલુસિયા વિસ્તારને જોડતી હાઇસ્પીડ રેલવે લાઇન પર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ રેલવે પ્રશાસને મેડ્રિડ-આંદાલુસિયા માર્ગ પર ટ્રેન વ્યવહાર બંને દિશામાં બંધ કરી દીધો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયાં છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.

આ અકસ્માત ટોલેડો પ્રાંતમાં ઉર્દા નજીક થયો હતો. તેમાં સ્પેનની સરકારી રેલવે કંપની રેનફેની AVE હાઇસ્પીડ ટ્રેન અને ખાનગી કંપની ઇર્યોની ટ્રેન સામેલ હતી. અહેવાલો અનુસાર, એક ટ્રેન બીજી ટ્રેન સાથે પાછળથી અથડાઈ હતી. ટક્કર બાદ કેટલીક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી અને ઢાળ તરફ નીચે ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ, પોલીસ, ફાયર બ્રિગેડ અને તબીબી ટીમોને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘાયલોને સારવાર આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે મુસાફરોને મદદ પહોંચાડવા માટે રાહત કામગીરી શરૂ કરી છે.

રેલવે લાઇન બંધ થવાથી મેડ્રિડ અને આંદાલુસિયા વચ્ચેની ટ્રેન સેવાઓને અસર થઈ છે. મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

અકસ્મતાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા મૃતકો અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ સાથે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

 

Share :

સંબંધિત સમાચાર