- 30 Jun, 2026
- 39
આસારામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રાજસ્થાન સરકારને નોટિસ
આસારામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારનો જવાબ માંગ્યો
નાબાલિગ સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ આપી જવાબ માંગ્યો છે. કોર્ટે હાલ તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે રાજ્ય સરકારનો પક્ષ સાંભળ્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. ગંભીર તબીબી પરિસ્થિતિ સર્જાય ત્યારે જ રાહત અંગે વિચારણા થઈ શકે છે તેવી ટિપ્પણી પણ કરવામાં આવી.
આસારામે પોતાની સજા અને સ્વાસ્થ્ય સંબંધિત કારણોનો ઉલ્લેખ કરીને રાહત માગી છે. હવે આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર પોતાનો જવાબ રજૂ કરશે.

.jpg)









