દિલ્હી પોલીસના નિર્દેશ પર RAF એ વિરોધકારીઓ પર પેલેટ ગન ચલાવી દસ્તાવેજમાં દાવો
દિલ્હી પોલીસ અધિકારીના નિર્દેશ પર RAF દ્વારા પ્લાસ્ટિક પેલેટ્સનો ઉપયોગ દસ્તાવેજમાં ખુલાસો
નવી દિલ્હી
20 જુલાઈના CJP સંસદ માર્ચ દરમિયાન રેપિડ એક્શન ફોર્સે દિલ્હી પોલીસના ડીસીપી કક્ષાના અધિકારીના નિર્દેશ પર ભીડ નિયંત્રણ માટે પ્લાસ્ટિક પેલેટ્સ સહિત અનેક બિન ઘાતક સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ માહિતી સત્તાવાર પોલીસ જનરલ ડાયરીમાં નોંધાયેલા દસ્તાવેજમાંથી સામે આવી છે.
દસ્તાવેજ અનુસાર RAF દ્વારા 55 નોન ઇલેક્ટ્રિકલ શેલ 15 ઇલેક્ટ્રિકલ શેલ પાંચ ટિયર સ્મોક ગ્રેનેડ બે એન્ટી રાયટ ગન રાઉન્ડ અને બે પ્લાસ્ટિક પેલેટ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્લાસ્ટિક પેલેટ્સ ધાતુના પેલેટ્સથી અલગ અને બિન ઘાતક શ્રેણીમાં આવે છે.
આ ખુલાસા બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન બળપ્રયોગને લઈને વિવાદ વધુ તેજ બન્યો છે. દિલ્હી પોલીસે અગાઉ પેલેટ ગનના ઉપયોગનો ઇનકાર કર્યો હતો જ્યારે સમગ્ર મામલો તપાસ અને ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે.











