Palanpur: યુવતીને ભગાડીને લઈ જતી સ્કોર્પિઓ ગાડી રોકી પરિવારજનોએ હોબાળો કર્યો
પાલનપુરમાં બસ પોર્ટ પાસે ટ્રાફિક
પાલનપુરમાં સમી સાંજના સુમારે બસપોર્ટ પાસેથી પસાર થઈ રહેલ એક બ્લેક કલરની અને બ્લેક ફિલ્મ લગાવેલ સ્કોર્પીઓ ગાડીમાં યુવતી ભગાડીને લઈ જવામાં આવી રહી હતી.તે અંગે પરિવારજનોએ પીછો કરી અને ગાડી રોકી અને હોબાળો કરતાં રોડ પર ટ્રાફીક જામ થયો હતો.જો કે પોલીસ આવી જતા બંને પક્ષના લોકોને પોલીસ મથકે લઈ જવાયા હતા.
ADVERTISEMENT
પાલનપુરમાં હમણાં હમણાં યુવાવર્ગના કેટલાક લોકોને જાણે સમાજનો કે પરિવારનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ એકબીજા સાથે જાહેરમાં એવુ વર્તન કરતા હોય છે. કે માતા સાથે જતાં પુત્ર અને પિતા સાથે જતી પુત્રીને ક્ષોભમાં મુકાવુ પડે છે.અને આવી અનૈતિકતા કરી અને જાણે આખાય શહેરમાં તેઓ એકલા જ હોય તેમ કોઈનીય પરવા કરતાં નથી જો કે સામે પોલીસ પણ આવા તત્વો સામે કાર્યવાહી ન કરતાં શહેરમાં યુવક યુવતીઓ બેફામ બન્યા છે.અને શરમ છોડી દીધી હોય તેમ બિન્દાસપણે બિભત્સ વર્તન કરતાં હોય છે.અગાઉ આવી વૃતિ કરનારાઓ સામે આઈપી 110 મુજબ જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા બદલ ગુનો દાખલ કરી લોકઅપમાં મુકવામાં આવતા અને તેમના પરિવારને પણ જાણ કરવામાં આવતી હતી.પરંતુ હવે પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતા આવા તત્વો બેફામ બન્યા છે.સાથે સાથે યુવક યુવતીઓ જ નહી પણ પરણેલા અને આધેડ લોકો પણ નાસી છુટતા હોવાના બનાવ બનતા હોય છે.ત્યારે પાલનપુરમાં એક બ્લેક કલરની સ્કોર્પીઓમાં યુવતી લઈ જવામાં આવી રહી હતી.તેની જાણ થતાં યુવતીના પરિવારજનોએ ગાડી રોકી અને ગાડીમાંથી યુવતીને ખેંચીને બહાર કાઢી હતી.અને યુવકને પણ ખેંચી કાઢવામાં આવ્યો હતો.અને જે બુમરાણ થઈ તેમાં યુવતીના લગ્ન થવાના હોઈ તે યુવક સાથે ભાગી છુટી હોવાનુ ચર્ચામાં આવ્યુ હતુ.તો માં બાપની ઈજ્જત ખરાબ ન થાય અને સામાજીક રીતે નુકશાન વેઠવુ પડે તેમ હોઈ દીકરી પરત લઈ જવાની કોશિષ કરી રહ્યા હતાં.ખેંચતાણ વચ્ચે ટ્રાફીક જામ થઈ ગયુ અને તમાશો જોવા ટોળુ એકઠુ થઈ ગયુ જો કે પોલીસ આવી જતા બંનેને પોલીસ મથકે લઈ જવાયા હતા.અને ટોળાને વિખેરવામાં આવ્યુ હતુ.