Palanpur: આંતકી હુમલાના વિરોધમાં જન આક્રોશ મહારેલી, આતંકીઓને કડક જવાબ આપવાની માગ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલામાં 26 લોકોના મોત બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં પણ નીકળેલી જન આક્રોશ મહારેલીમાં સંતો મહંતો જોડાયા છે અને સરકાર વહેલી તકે આંતકીઓને જવાબ આપે, જો સરકાર વહેલી નહીં જાગે તો સંતો મહંતો બોર્ડર પર પહોંચવાની મહામંડલેશ્વર મહંતે વાત કરી છે.
દેશવાસીઓમાં પાકિસ્તાનીઓ અને આંતકવાદીઓ સામે ભારે રોષ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલાબાદ સમગ્ર દેશવાસીઓમાં પાકિસ્તાનીઓ અને આંતકવાદીઓ સામે ભારે રોષ છે અને સમગ્ર દેશવાસીઓનો રોષ હવે ગામે ગામ જોવા મળી રહ્યો છે, તેની વચ્ચે આજે જિલ્લા મથક પાલનપુરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જન આક્રોશ મહારેલીનું આયોજન કરાયું હતું.
Also Read
Palanpur: બંગલો ભાડે રાખી આંતરરાજ્ય ઓનલાઈન ઠગાઈનો ખેલ
Palanpurમાં દેશવ્યાપી સાયબર-ફ્રોડનો પર્દાફાશ, 21 રાજયના લોકો પાસેથી કોઇનના નામે રૂપિયા પડાવ્યા
Palanpur: કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખને પૂર્વ પ્રમુખે મારી નાખવાની ધમકી આપી
વેપારીઓ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાયા
પાલનપુરના લક્ષ્મણ ટેકરી હોલમાં આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે બાદ લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેકટર કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજાઈ. જે મહારેલીમાં સંતો-મહંતો, હિંદુ સંગઠનો સહિત પાલનપુરના વેપારીઓ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાયા હતા અને હજારોની સંખ્યામાં નીકળેલી આ રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પહેલગામ હુમલાના આંતકીઓને કડક જવાબ આપવામાં આવે અને વહેલી તકે જવાબ આપવામાં આવે તેવી માગ કરી છે.