Palanpur: શહેરના લોકોએ કાશ્મીરનો પ્રવાસ રદ કરી બુકિંગ કેન્સલ કરાવ્યું
કાશ્મીરનો પ્રવાસ રદ બુકિંગ કેન્સલ
કાશ્મીરના પ્રવાસે ગયેલ નિર્દોષ લોકોને ગોળીઓ ધરબી દઈ મોત નિપજાવનાર આતંકવાદીઓ સામે લોકોમાં ભારોભાર રોષ ભભુકી રહ્યો છે.ત્યારે કાશ્મીરમાં જે સ્થિતિ સર્જાઈ તેના પ્રત્યાઘાત દેશભરમાં પડયા છે.અને ભારત સરકારના સૈન્ય દ્વારા આતંકવાદીઓને શોધી શોધીને મારવાની કામગીરી શરૂ કરી છે.ત્યારે બનાસકાંઠામાંથી વર્તમાન સપ્તાહમાં છ જેટલી લક્ઝરી બસના આયોજકો જમ્મુ કાશ્મીરનો પ્રવાસ યોજેલ હતો. પરંતુ હવે કાશ્મીર જવામાં લોકોમાં ડર વ્યાપી ગયો છે તેથી લોકોએ બુકિંગ કેન્સલ કરાવતા ટ્રાવેલ્સના સંચાલકોને ફટકો પડયો છે.
ADVERTISEMENT
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના હુમલાને કારણે દેશભરમાં લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે.અને હવે આતંકાદને ખતમ કરવાની માંગ સાથે લોકો હવે કેન્ડલમાર્ચ કરીને મૃતકોને શ્રાધ્ધાંજલિ આપી રહ્યા છે.
પાલનપુર ખાતે અલગ અલગ સંગઠનો અને સમાજ દ્વારા કેન્ડલમાર્ચ કરવામાં આવી રહી છે.ત્યારે બીજી તરફ પહેલગામની ઘટનાને પગલે બનાસકાંઠાના તમામ પ્રવાસીઓની બસનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.બે દિવસ અગાઉ જ જમ્મુ કાશ્મીરના પ્રવાસથી પરત આવેલા ટુરના આયોજક સમીર દવેએ જણાવ્યુ હતુ કે વર્તમાન સ્થિતિ જોતા હાલમાં કાશ્મીરનો પ્રવાસ જવાનુ ટાળવુ જોઈએ.અને હાલના સંજોગોના કારણે બનાસકાંઠાના છ જેટલા ટુર આયોજકોએ પ્રવાસ રદ કર્યો છે.ત્યારે પહેલગામની ઘટનાને પગલે પાલનપુર ખાતે સીંધી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.અને આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ લોકોને શ્રાધ્ધાંજલિ આપી હતી.
કાશ્મીરથી પરત આવેલા લોકોએ હાશકારો અનુભવ્યો
કાશ્મીરથી પરત આવેલા પ્રવાસીઓ હેમખેમ પરત આવી જતા હાશકારો અનુભવ્યો છે.અને વાદળ ફાટયુ તેવા સમયે જે સ્થિતિ સર્જાઈ હતી.તે યાદ કરીને હવે કાશ્મીર જવા માટે ખુબ જ વિચાર કરવો જોઈએ અને પુરતી સુવીધા અને સંજોગો સારા હોય તો જ કાશ્મીરનો પર્વાસ કરાય અન્યથા જોખ લેવુ જોઈએ નહી તેવી ચર્ચા કરી રહ્યા છે.