Gujarati: નંદા દેવી પર્વત વિસ્તારમાંથી એક પરમાણુ ઊર્જા આધારિત ઉપકરણ ગુમ થવાની ઘટના ભારત અને અમેરિકા વચ્ચેની શીત યુદ્ધકાળની ગુપ્તચર કામગીરીને ફરી ચર્ચામાં લાવી છે. અહેવાલો અનુસાર, 1960ના દાયકામાં નંદા દેવી વિસ્તારમાં આ ઉપકરણ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેમાં પ્લૂટોનિયમ આધારિત ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ થતો હતો. ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાને કારણે અભિયાન દરમિયાન ટીમને ઉપકરણ ત્યાં જ છોડીને પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ તેને શોધવાના અનેક પ્રયાસો છતાં ઉપકરણ મળ્યું નહોતું. ઉપકરણને નુકસાન થાય અને રેડિયોએક્ટિવ સામગ્રી લીક થાય તો પર્યાવરણ અને આસપાસના જળસ્રોતો પર ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર રહસ્યમય ઓપરેશન અને ગુમ થયેલા ઉપકરણ સાથે જોડાયેલા જોખમોને પાર્ટ-2માં વિગતવાર સમજાવવામાં આવ્યા છે.

Share :

સંબંધિત સમાચાર