- 17 Jul, 2026
- 72
સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર હવે મળશે LPG સિલિન્ડર HPCL સાથે નવી સેવા શરૂ
**સ્વિગી ઇન્સ્ટામાર્ટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે ભાગીદારી કરીને ઓન ડિમાન્ડ LPG સિલિન્ડર ડિલિવરી સેવા શરૂ કરી છે. પાયલટ પ્રોજેક્ટની શરૂઆત બેંગલુરુમાં કરવામાં આવી છે જ્યાં ગ્રાહકો 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના LPG સિલિન્ડર સરળતાથી ઓર્ડર કરી શકશે. આ સેવા માટે અગાઉથી HP ગેસ કનેક્શન હોવું જરૂરી નથી. સફળતા બાદ આ સેવા અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.











