- 16 Jul, 2026
- 23
અમેરિકી એરસ્ટ્રાઈક બાદ ઈરાનનો જવાબી હુમલો તાજા સમાચાર
હેડલાઇન
અમેરિકી એરસ્ટ્રાઈક બાદ ઈરાનનો જવાબી હુમલો બહેરીન કુવૈત અને જોર્ડન તરફ મિસાઈલ હુમલા
વેબસાઇટ ન્યૂઝ
મધ્ય પૂર્વમાં તણાવ વધુ ગંભીર બન્યો છે. અમેરિકાએ ઈરાનના અનેક સ્થળો પર હવાઈ હુમલા કર્યા બાદ ઈરાને બહેરીન કુવૈત અને જોર્ડન તરફ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. અનેક દેશોએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી અને અનેક મિસાઈલને માર્ગમાં જ અટકાવવાનો દાવો કર્યો છે.
ઈરાનનું કહેવું છે કે હુમલાનો નિશાન અમેરિકાના સૈન્ય સંબંધિત સ્થળો હતા જ્યારે અમેરિકા તરફથી ઈરાનના વ્યૂહાત્મક લક્ષ્યો પર કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે.
વધતા તણાવને કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિ વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ અસર કરી શકે છે. અનેક દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અને ચર્ચા દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે











