- 13 Jun, 2026
- 67
આસામના જોરહાટ એરબેઝ પર AN-32 વિમાન દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન લાગી આગ
આસામના જોરહાટ એરબેઝ પર વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ પાંચ જવાનોના મોત
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 પરિવહન વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી જતા એરબેઝ પર તાત્કાલિક ઇમરજન્સી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર વિમાન નિયમિત ઉડાન મિશન પર હતું અને લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પાંચ જવાનોના મોત થયા છે જ્યારે એક અન્ય ક્રૂ સભ્ય બચી ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અકસ્માત બાદ બચાવ ટીમો અને ફાયર બ્રિગેડને તરત જ સ્થળ પર મોકલવામાં આવી હતી. વરિષ્ઠ વાયુસેના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ભારતીય વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ટેકનિકલ ખામી સહિત તમામ સંભવિત કારણોની તપાસ કરવામાં આવશે.
રક્ષા મંત્રી સહિત અનેક નેતાઓએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જવાનોના પરિવારો પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરી છે.










