ફ્રેન્ચ નેવીના પૂર્વ પાયલટ પિયેર-હેનરી શુએ (Pierre-Henri Chuet)ની ફ્રાન્સમાં જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેઓ અગાઉ ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ લડાકુ વિમાન અંગે વિવાદિત દાવા કરવા અને ચીનના લડાકુ વિમાનની જાહેરમાં પ્રશંસા કરવા બદલ ચર્ચામાં આવ્યા હતા.

અહેવાલો મુજબ, ફ્રાંસની તપાસ એજન્સીઓ તેમની સામે સંવેદનશીલ માહિતીના સંભવિત ગેરકાયદેસર વહેંચાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ કરી રહી છે. જોકે, તપાસ હજુ ચાલુ છે અને અંતિમ નિષ્કર્ષ જાહેર થયો નથી.

પૂર્વ પાયલટની ધરપકડ બાદ આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. તેમના અગાઉના નિવેદનોને લઈને પણ રક્ષા અને વ્યૂહાત્મક મુદ્દાઓના નિષ્ણાતોમાં વ્યાપક ચર્ચા થઈ હતી.

Share :

સંબંધિત સમાચાર