ફેક કાસ્ટિંગ સ્કેમનો ખુલાસો, ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને બનાવ્યા નિશાન

સોશિયલ મીડિયા પર ફેક કાસ્ટિંગ અને ઓડિશન સ્કેમનો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ જાણીતી પ્રોડક્શન કંપનીઓના નામનો ઉપયોગ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને ઠગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, યુવાઓને સોશિયલ મીડિયા મારફતે ફેક ઓડિશન અને પ્રોજેક્ટના ઑફર આપવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પૈસા અથવા વ્યક્તિગત માહિતી માગવામાં આવી હતી. ઘણા લોકોએ આને સાચું સમજીને ચુકવણી પણ કરી હતી.

હવે અધિકારીઓ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહ્યા છે અને આવા ફેક પ્રોફાઇલ્સ શોધી કાઢવામાં આવી રહ્યા છે જે આ પ્રકારની ઠગાઈમાં સામેલ છે.

સરકાર અને અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ કાસ્ટિંગ ઓફર પહેલા સારી રીતે ચકાસો અને અજાણ્યા લોકો સાથે માહિતી અથવા પૈસા શેર ન કરો.

Share :

સંબંધિત સમાચાર