લીડ્સમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચના પહેલા જ દિવસે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું. પાકિસ્તાનની ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમના છ બેટર્સ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહોતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડે દિવસની રમત પૂરી થવા સુધી 2 વિકેટે 112 રન બનાવી લીધા અને મજબૂત સ્થિતિ મેળવી લીધી. પાકિસ્તાન માટે બેટિંગ નિરાશાજનક રહી, જ્યારે ઇંગ્લેન્ડે બોલિંગ બાદ પોતાની ઇનિંગ્સની સારી શરૂઆત કરી.

Share :

સંબંધિત સમાચાર