ઘણા બાળકો નિયમિત અભ્યાસ કરે છે, પરંતુ પરીક્ષા દરમિયાન તેમને ભણેલું યાદ રહેતું નથી. કેટલાક બાળકો પ્રશ્નપત્ર જોતાં જ બ્લેન્ક થઈ જાય છે, જેના કારણે તેમના આત્મવિશ્વાસ અને માર્ક્સ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં બાળક પર વધુ દબાણ કરવાને બદલે તેની અભ્યાસ કરવાની રીત અને દૈનિક રૂટિન પર ધ્યાન આપવું જરૂરી છે. અભ્યાસને નાના ભાગોમાં વહેંચવો, નિયમિત રિવિઝન કરવું, પોતાને પ્રશ્નો પૂછીને યાદ કરવાની ટેવ પાડવી, પૂરતી ઊંઘ લેવી, પૌષ્ટિક ખોરાક લેવો અને અભ્યાસ દરમિયાન નાના બ્રેક લેવા જેવી બાબતો મદદરૂપ થઈ શકે છે. જો આ સમસ્યા સતત રહે અથવા બાળકના અભ્યાસ અને રોજિંદા જીવન પર ગંભીર અસર કરે, તો નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.

Share :

સંબંધિત સમાચાર