મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. ઈરાન પર સતત બીજા દિવસે અમેરિકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે ઈરાનને બદલો લેવાનો પ્રયાસ ન કરવાની ધમકી આપી છે.

અહેવાલો અનુસાર, અમેરિકાએ ઈરાનમાં ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. સતત બીજા દિવસે થયેલા હુમલાઓ બાદ સમગ્ર વિસ્તારમાં સૈન્ય તણાવ વધુ વધી ગયો છે.

અમેરિકાની કાર્યવાહી વચ્ચે ઈરાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રમ્પની કડક ચેતવણીને કારણે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બન્યો છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગને લઈને વધી રહેલું સંકટ પણ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની રહ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષની અસર મધ્ય પૂર્વની બહાર પણ જોવા મળી શકે છે. તેલનો પુરવઠો, વૈશ્વિક બજાર અને પ્રાદેશિક સુરક્ષા પર તેની મોટી અસર થવાની શક્યતા છે. હવે સમગ્ર વિશ્વની નજર ઈરાનના આગામી પગલા અને અમેરિકાની આગળની કાર્યવાહી પર છે.

Share :

સંબંધિત સમાચાર