- 01 Jul, 2026
- 67
100થી વધુ ભાષાઓમાં લોકોને નિશાન બનાવી રહ્યા છે સાઇબર ઠગ, AIથી વધી રહ્યો છે ફ્રોડનો ખતરો
સાયબર ગુનેગારો હવે 100થી વધુ ભાષાઓમાં લોકોને નિશાન બનાવી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક અનુવાદ ટેક્નોલોજીની મદદથી ઠગો વિવિધ દેશો અને ભાષાઓના લોકોને સરળતાથી ફસાવી રહ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ AI દ્વારા બનાવાયેલા સંદેશા, વોઇસ ક્લોનિંગ અને નકલી ઓળખનો ઉપયોગ વધતા ઓનલાઈન ઠગાઈ વધુ ખતરનાક બની રહી છે. રોકાણ, બેંકિંગ, નોકરી અને ઓળખ ચોરી સંબંધિત છેતરપિંડીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.











