- 11 Aug, 2026
- 38
CSKના નવા હેડ કોચ કોણ? શું ઇયોન મોર્ગન લેશે સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન? અશ્વિને આપ્યો મોટો સંકેત
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના નવા મુખ્ય કોચને લઈને ચર્ચા તેજ બની છે. રવિચંદ્રન અશ્વિનના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગનનું નામ નવા હેડ કોચ તરીકે મજબૂત રીતે ચર્ચામાં છે અને આગામી સપ્તાહે નિર્ણય આવી શકે છે. જોકે, અશ્વિનનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં મોટી ભૂમિકા આપવી CSK માટે વધુ સ્વાભાવિક વિકલ્પ બની શકે છે. હવે સૌની નજર એ વાત પર છે કે મોર્ગન સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લેશે કે CSK ધોનીને નવી મોટી જવાબદારી સોંપશે.

.jpeg)




