- 22 Jul, 2026
- 29
CDSCOએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન QDENGAને મંજૂરી આપી
કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન QDENGAને માર્કેટિંગ મંજૂરી આપી છે. આ વેક્સિન ડેન્ગ્યુ વાયરસના ચારેય મુખ્ય સેરોટાઇપ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે અને 4 થી 60 વર્ષની વયના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે આ પગલું દેશના ડેન્ગ્યુ નિયંત્રણ અને જાહેર આરોગ્ય અભિયાનને વધુ મજબૂત બનાવશે.











