- 15 Jul, 2026
- 34
શું વહેલા પિરિયડ્સ આવવાથી વહેલું મેનોપોઝ આવે છે જાણો નિષ્ણાતોની સલાહ
શું વહેલા પિરિયડ્સ આવવાથી વહેલું મેનોપોઝ આવે છે જાણો નિષ્ણાતોની સલાહ
ઘણા લોકો માને છે કે જો દીકરીને નાની ઉંમરે પિરિયડ્સ શરૂ થાય તો તેને મેનોપોઝ પણ વહેલો આવશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. મેનોપોઝનો સમય માત્ર પ્રથમ માસિકની ઉંમર પર આધારિત નથી પરંતુ આનુવંશિકતા, હોર્મોનલ સ્વાસ્થ્ય, જીવનશૈલી અને અન્ય આરોગ્ય સંબંધિત પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મહિલાઓમાં 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે મેનોપોઝ આવે છે. વહેલા પિરિયડ્સ શરૂ થવાનો અર્થ એ નથી કે મેનોપોઝ પણ વહેલો આવશે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયસર આરોગ્ય તપાસ જરૂરી છે.











