- 23 Oct, 2026
- 69
2030થી કારમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેક ફરજિયાત થશે: ડ્રાઇવરને ઝોકું આવે તો વાગશે એલાર્મ, સરકારે મંગાવ્યાં સૂચનો
રસ્તા પર વાહનચાલકોની સુરક્ષા વધારવા માટે સરકાર 2030થી કારમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ (AEB) સિસ્ટમ ફરજિયાત કરવાની તૈયારી કરી રહી છે. આ ટેક્નોલોજી સંભવિત ટક્કરનો ખતરો ઓળખીને કારમાં આપમેળે બ્રેક લગાવી શકે છે. આ ઉપરાંત, ડ્રાઇવરને ઝોકું આવે અથવા ઊંઘનાં સંકેતો દેખાય ત્યારે ચેતવણી આપતી સિસ્ટમ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારે આ પ્રસ્તાવ અંગે 30 દિવસની અંદર સૂચનો અને વાંધાઓ મંગાવ્યાં છે. આ એક્સપ્લેનરમાં જાણો કે ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, ડ્રાઇવરને ચેતવણી આપતી ટેક્નોલોજી અકસ્માતો ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે અને નવા નિયમોની કાર ઉત્પાદકો તથા વાહનચાલકો પર શું અસર પડી શકે છે.











