આલિયા ભટ્ટની અલ્ફાનો ટીઝર રિલીઝ, YRF સ્પાય યુનિવર્સમાં નવો અધ્યાય

આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ અલ્ફાનો બહુપ્રતીક્ષિત ટીઝર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યો છે. YRF સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મ તરીકે રજૂ થતી આ ફિલ્મ 3 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ટીઝરમાં આલિયા ભટ્ટ એક શક્તિશાળી અને એક્શનથી ભરપૂર ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મમાં શરવરી, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. ટીઝર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફિલ્મ YRF સ્પાય યુનિવર્સના નવા અધ્યાયને રજૂ કરે છે અને એક મહિલા એજન્ટની કહાની પર આધારિત છે. ટીઝરમાં જાસૂસી, થ્રિલ અને હાઇ ઓક્ટેન એક્શનની ઝલક જોવા મળે છે.

ફિલ્મનું દિગ્દર્શન શિવ રાવૈલે કર્યું છે જ્યારે આદિત્ય ચોપરાએ તેનું નિર્માણ કર્યું છે. મનોરંજન જગતમાં આ ફિલ્મને ભારતીય સિનેમાની મહત્વપૂર્ણ મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે.

ટીઝર રિલીઝ થયા બાદ ચાહકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ છે અને હવે સૌની નજર તેની થિયેટર રિલીઝ પર છે

Share :

સંબંધિત સમાચાર