તાજા સમાચાર

હવા, પાણી, જમીન માર્ગો પર પ્રતિબંધ

ભારતીય બંદરો પર પાકિસ્તાની જહાજોના ડોકીંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાની એરલાઇન્સ પહેલાથી જ ભારત તરફથી કોઈ કાર્યવાહીના ડરથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 25થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.

Also Read

ભારતનું પાકિસ્તાન સામે આકરુ વલણ

પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે. પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી. કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે. 

Share :

સંબંધિત સમાચાર