- 17 Apr, 2025
- 12
અમેરિકામાં લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે, ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
ટ્રમ્પે કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે 1800 ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનો સૌથી ધનિક રાષ્ટ્ર હતો. જોકે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે.
કરનીતિ નક્કી કરવાનો અધિકાર અમેરિકન કોંગ્રેસને
ઉલ્લેખનીય છે કે આવકવેરામાં કોઈપણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.