- 05 Aug, 2026
- 21
World News: શેખ હસીનાના કાર્યક્રમમાં જોડાયા બાદ બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના ઘરે હુમલો
ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાકિબ અલ હસનના પિતૃગૃહ પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, શાકિબ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા બાદ આ ઘટના બની હતી. હુમલાખોરોએ ઘરમાં તોડફોડ કરી અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા, જેના કારણે મિલકતને નુકસાન થયું. ઘટના સમયે ઘર ખાલી હતું અને કોઈ જાનહાનિ થઈ નહોતી. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

.jpeg)









