- 05 Aug, 2026
- 41
પ્રદીપ રાવતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં
દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 74 વર્ષની ઉંમરે કેન્સર સામે લાંબી લડત બાદ તેમનું નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ગોરેગાંવ ખાતે રાખવામાં આવશે ત્યારબાદ અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર યોજાશે.
પ્રદીપ રાવતે ગજની લગાન સરફરોશ સહિત અનેક યાદગાર ફિલ્મોમાં શક્તિશાળી અભિનય કર્યો હતો. તેમણે મહાભારત ધારાવાહિકમાં અશ્વત્થામાની ભૂમિકા દ્વારા પણ વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે વિવિધ ભાષાઓની 400થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ છે. અનેક કલાકારો અને ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભારતીય સિનેમામાં તેમના યોગદાનને યાદ કર્યું છે.











