Banaskanthaના ઇકબાલગઢમાં લોકોએ જાતે રોડ રિપેર કર્યો, જુઓ Video
બનાસકાંઠાના ઇકબાલગઢમાં લોકોએ જાતે રોડ રિપેર કર્યો હોવાની વાત સામે આવી છે, તંત્રએ ખાડાનું રિપેરીંગ કામ ના કરતા સ્થાનિકોએ જાતે રોડ પર ઉતરીને રીપેરીંગ કામ કર્યુ છે, પાંચ દિવસ પહેલા સંદેશ ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો અને રેલવે ઓવરબ્રિજના ખાડાઓનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં યુવાનોએ સ્વખર્ચે સિમેન્ટ અને કપચીથી ખાડા પૂર્યા હતા અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો.
સ્થાનિકોએ કહ્યું તંત્રને ખબર છે છત્તા રોડની કામગીરી થતી નથી
સમગ્ર ઘટનામાં બનાસકાંઠાના સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને આ બાબતે ખબર છે તેમ છત્તા રોડની કામગીરી કરાઈ નથી, કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેને લઈ કામગીરી કરવામાં આવી છે અને અમે સ્વ ખર્ચે આ કામગીરી કરી છે, રોડ પર નીકળીએ એટલે રોડ પર ખાડા જોવા મળે છે અને તેમાં વાહન પણ પટકાય છે અને જેને લઈ વાહનને નુકસાન થાય છે, તો ઘણીવાર લોકો ખાડામાં પણ પડી જાય છે અને શરીરને પણ ઈજા પહોંચે છે, તો તંત્રની કામગીરી સ્થાનિકોએ જાતે કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તંત્ર સામે રોષ કાઢયો