Banaskanthaમાં પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂ.48.72 લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેકટર
પશુને અપાય છે ખોરાક
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવતા હોય છે. આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ-વ-જિલ્લા કલેકટર મિહિર પટેલ અને ઉપપ્રમુખ -વ-પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના હસ્તે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજપુર પાંજરાપોળ, ડીસાને પશુઓના નિભાવ માટે કુલ ૪૮,૭૨,૧૫૦/- રૂ.નો ચેક સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ વારિયા અને જગદીશભાઈ સોલંકીને અર્પણ કરાયો હતો.
ADVERTISEMENT
00:00/01:59
00:39
પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓ અને બનાસકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પકડીને શ્રી રાજપુર પાંજરાપોળ,ડીસા ખાતે મોકલવામાં આવેલ હતા તે પશુઓના નિભાવ હેતુ આ ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. આ પાંજરાપોળ ખાતે લઇ જવાતા પશુઓને આશ્રય, ખોરાક, અને સારવાર આપી એક ઉતમ જીવ દયાનું કામ કર્યું છે. આ સાથે આ સોસાયટી દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણના જુદા જુદા કાર્યક્રમો અધ્યક્ષ-વ-કલેકટર બનાસકાંઠા મિહિર પટેલ, ડૉ.એમ.એ.ગામી (નાયબ પશુપાલન નિયામક, જિલ્લાપંચાયત, બનાસકાંઠા), ડૉ.આનદ આર.મનવર (પશુ ચિકિત્સા અધિકારી SPCA) અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની ટીમ દ્વારા કરવામાં આવે છે.
Also Read
Banaskantha જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
Banaskantha: લાખણીમાં ગામ લોકોની દારૂબંધી, દારુ પીનારા અને વેચનારાનો કરાશે બહિષ્કાર
Banaskantha જિલ્લાના નબળા વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે