- 15 Jul, 2026
- 40
નોઈડા મમૂરા આગ દુર્ઘટના પાંચ માળની ઇમારતમાં આગથી 2ના મોત
ઈડાના મમૂરામાં પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ, 2ના મોત
ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 66ના મમૂરા ગામમાં બુધવારે પાંચ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસ મુજબ પાર્કિંગમાં ચાર્જ થઈ રહેલી ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
આગ ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાતા ધુમાડાના કારણે લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે લગભગ 100 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કેટલાક લોકોએ પડોશની ઇમારતની છત પરથી બચાવ કર્યો હતો.
ઘટના બાદ ઇમારતના સંચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાનો નોંધ લઈ ઝડપી રાહત અને બચાવ કામગીરીના નિર્દેશ આપ્યા છે.

.jpg)









