નોઈડાના મમૂરામાં પાંચ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ, 2 લોકોના મોત

ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 66ના મમૂરા ગામમાં બુધવારે પાંચ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. ધુમાડાના કારણે એક પુરુષ અને એક મહિલાનું મોત થયું, જ્યારે ઇમારતમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક તપાસ મુજબ પાર્કિંગમાં ચાર્જ થઈ રહેલી ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી, જે બાદમાં નજીકમાં ઉભેલા પેટ્રોલ વાહનોમાં ફેલાઈ ગઈ. સાત ફાયર ટેન્ડર અને પોલીસની ટીમે મળીને લગભગ 50 પરિવારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ઘટના બાદ ઇમારતના માલિક અને લીઝધારક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે.

Share :

સંબંધિત સમાચાર