વેનેઝુએલામાં મૃત્યુ પામેલા ભારતીય નાવિક રાકેશ ચૌહાનનો મૃતદેહ ભારત પહોંચ્યા બાદ નવો વિવાદ ઊભો થયો છે. પરિવારનો દાવો છે કે ફરી કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાંથી ઘણા મહત્વના આંતરિક અંગો ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. આ દાવા બાદ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.

રાકેશ ચૌહાન ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને મર્ચન્ટ નેવીમાં કાર્યરત હતા. પરિવારનું કહેવું છે કે મૃત્યુના કારણોને લઈને પૂરતી માહિતી આપવામાં આવી નહોતી. હવે પરિવાર અને નાવિક સંગઠનો પારદર્શક તપાસ તથા સત્તાવાર માહિતી જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

Share :

સંબંધિત સમાચાર