મૌની રોયે પોતાના અભિનય કરિયરની શરૂઆત સાથે જોડાયેલી એક રસપ્રદ વાત શેર કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેમની પહેલી ટીવી ભૂમિકા કોઈ સામાન્ય ઓડિશન કે ફિલ્મી ઓળખાણથી નહીં પરંતુ એક અચાનક મુલાકાતથી મળી હતી. એકતા કપૂરની ટીમના એક વ્યક્તિએ તેમને દિલ્હીમાં યુનિવર્સિટીની બહાર રસ્તા પર ચાલતી વખતે જોઈ હતી અને ત્યારબાદ તેમની સાથે સંપર્ક કર્યો હતો.

મૌની રોયે આ કિસ્સો ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન સાથેની વાતચીત દરમિયાન શેર કર્યો હતો. ફરાહ ખાન પોતાના યુટ્યુબ વ્લોગ માટે મૌનીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન મૌનીએ પોતાના ટેલિવિઝન કરિયરની શરૂઆત વિશે વાત કરી અને જણાવ્યું કે તેમની એક્ટિંગ જર્ની કેવી રીતે અચાનક શરૂ થઈ હતી.

મૌની તે સમયે દિલ્હીમાં કોલેજ સ્ટુડન્ટ હતી. તે યુનિવર્સિટીની બહાર ચાલી રહી હતી ત્યારે એકતા કપૂરની ટીમના એક સભ્યની નજર તેમના પર પડી. આ વ્યક્તિએ તેમને રસ્તા પર જ રોકીને વાત કરી હતી. આ મુલાકાત બાદ મૌનીને એકતા કપૂરના લોકપ્રિય સિરિયલ કારણ કે સાસ ભી કભી બહુ થીમાં કામ કરવાની તક મળી હતી.

મૌની રોયે આ સિરિયલમાં કૃષ્ણા તુલસીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર સ્મૃતિ ઈરાની દ્વારા ભજવવામાં આવેલા તુલસી વિરાણીના પાત્ર સાથે જોડાયેલું હતું. મૌનીએ 2006માં ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તેમણે અનેક લોકપ્રિય શોમાં કામ કર્યું.

મૌની રોયને બાદમાં દેવોં કે દેવ મહાદેવ અને નાગિન જેવા શોથી મોટી ઓળખ મળી. ખાસ કરીને નાગિનમાં શિવન્યાના પાત્રે તેમને ટેલિવિઝનના સૌથી લોકપ્રિય ચહેરાઓમાં સ્થાન અપાવ્યું. ત્યારબાદ તેમણે ફિલ્મોમાં પણ પોતાની કારકિર્દી બનાવી.

મૌનીએ ફરાહ ખાન સાથેની વાતચીતમાં પોતાના કરિયરના શરૂઆતના દિવસો અને મુંબઈ સાથે જોડાયેલા અનુભવ વિશે પણ વાત કરી. તેમના જણાવ્યા મુજબ શરૂઆતમાં તેમણે મુંબઈમાં થોડા સમય માટે રહેવાનું વિચાર્યું હતું પરંતુ બાદમાં શહેર સાથે તેમનું જોડાણ એટલું મજબૂત બન્યું કે તેઓ લાંબા સમય સુધી અહીં રહી ગયા.

 

Share :

સંબંધિત સમાચાર