- 18 Aug, 2026
- 37
Gujarati: સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બન્યા? પુસ્તકમાં જણાવશે કારણ, 10 નવેમ્બરે થશે પ્રકાશિત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી તેમના નવા પુસ્તક Belonging: A Journey of Loveમાં પોતાના જીવન, પરિવાર, રાજકારણમાં પ્રવેશ અને 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવાના નિર્ણય સાથે જોડાયેલા અનુભવો શેર કરશે. આ પુસ્તક 10 નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત થશે. તેમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ગુમાવ્યા બાદ તેમના જીવનમાં આવેલા પરિવર્તન, રાજકારણમાં પ્રવેશ અને કોંગ્રેસના નેતૃત્વ સુધીની સફર વિશે પણ વાત કરવામાં આવશે. 2004ની લોકસભા ચૂંટણી બાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાને બદલે મનમોહન સિંહને આ પદ માટે આગળ કર્યા હતા.











